World Health Day : " Aarogya Setu " , Kalol Dt : 07/04/17

                                       World Health Day : Depression Let's Talk.......

                          મી એપ્રિલ ૨૦૧૭ ના રોજ  " આરોગ્ય સેતુ "  કાયૅંક્રમ ના શુભારંભ અ‍ન્વયે કલોલ ના તમામ પ્રા.આ.કેંદ્ર ના પેટા આરોગ્ય કેંદ્રો મા આરોગ્ય સેતુ કાયૅંક્રમ યોજવમા આવેલ . જેમા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ , જિલ્લા સદસ્યશ્રી , તાલુકા સદસ્યશ્રી , સરપંચશ્રી વગેરે આગેવાનો હાજર રહેલ હતા.

આરોગ્ય સેતુ કાયૅંક્રમ મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પેટા આરોગ્ય કેન્દ્રોમાં નીચે જણાવેલ મુદ્દા મુજબનુ સ્થળ ઉપર આયોજન તથા વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવેલ છે. 
1.       એમ.બી.બી.એસ./આયુષ મે.ઓ.એ ૭ મી એપ્રિલ ૨૦૧૭ ના રોજ આરોગ્ય સેતુ કાર્યક્ર્મ અંતર્ગત હાજર રહેવાનુ આયોજન કરેલ છે.
2.       પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે દવાઓની કીટ તથા આયુષ મે.ઓ. એ તેમની પધ્ધતિ મુજબ અપાતી દવાઓનો ઉપયોગ કરી ઓપીડી ચલાવાવાનુ આયોજન કરેલ છે.
3.       પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે મંડપ,સ્ટેજ કાર્યક્ર્મને અનુરૂપ ફ્લેકસ બેનર્સ અને બેઠક વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવેલ છે.
4.       પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
5.       સરપંચશ્રી તથા ગામના આગેવાનો અને લાભાર્થીઓને ઉપસ્થિત રાખવાનુ આયોજન કરવામાં આવેલ છે.
6.       બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની પ્રાથમિક તપાસ કરવાની  વ્યવસ્થા કરવામાં આવેલ છે.
7.       હિમોગ્લોબીન, બ્લડ સુગર, યુરીન સુગર, યુરીન આલ્બ્યુમીન, પ્રેગનન્સી ટેસ્ટના નિદાનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
8.       બ્લડ પ્રેસર ચકાસણી માટે બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
9.       મેલેરીયા નિદાન માટેની સ્લાઇડ કલેકશન માટેનુ આયોજન કરવામાં આવેલ છે.
1.   પોરાનાશક કામગીરીનુ આયોજન કરવામાં આવેલ છે.
1.   તમામ આરોગ્ય કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર માટેનુ આઇ.ઇ.સી. સાહિત્ય પ્રદર્શિત કરવાનુ આયોજન કરેલ છે.
1.   પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે સંબંધિત મપવ, ફીહેવ અને આશા ને ફરજીઆત હાજર રાખવાનુ આયોજન કરેલ છે.