આજ રોજ ૧૧ જુલાઈ - વિશ્વ વસ્તિ દિવસ નિમિત્તે પ્રા.આ.કે. મોખાસણના પેટા કેન્દ્ર નારદીપુર ખાતે બી.આર.એસ. કોલેજ ગ્રામ સેવા મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવેલ. તેમજ રેલી પૂર્વે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રોલ પ્લે કરવામાં આવેલ. તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પરેશભાઇ રાઠોડ સાહેબ દ્વારા વિશ્વ વસ્તિ દિવસ અંતર્ગત સ્પીચ આપવામાં આવેલ , મેડીકલ ઓફિસર શ્રી રીષી કડિકર સાહેબ દ્વારા કાયમી અને બિન કાયમી કુટુંબ નિયોજનની પધ્ધતીઓ વિશે તથા ઓરી અને રુબેલા કેમ્પેન વિશે માહિતી આપવા આવેલ, તાલુકા આઈ.ઈ.સી. અધિકારીશ્રી દિનેશ ભાઈ પટેલ સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપવામાં આવેલ, એમ.પી.એચ.એસ.શ્રી એસ.એસ.જાદવ સાહેબ દ્વારા મેલેરિયા/ ડેન્ગ્યુ/ ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે લેવાની કાળજી વિશે માહિતી આપી હતી.... આ કાર્યક્રમમાં કોલેજનો તમામ સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, તાલુકા આઈ.ઈ.સી. અધિકારીશ્રી,મેડીકલ ઓફિસર શ્રી, એમ.પી.એચ.સ.શ્રી, સ્થાનિક આરોગ્ય પુરુષ કર્મચારી, આશા બહેનો હાજર રહ્યા હતા... આભાર