તા : ૦૭/૧૨/૧૮ રોજ કલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર નારદીપુર ખાતે કલોલ તથા માણસા તાલુકા વિસ્તારનો પુરુષ નસબંધી (એન.એસ.વી.) કેમ્પ યોજવામાં આવેલ હતો.
રોજ કલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર નારદીપુર ખાતે કલોલ તથા માણસા તાલુકા વિસ્તારનો પુરુષ નસબંધી (એન.એસ.વી.) કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં કુલ 14 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં થી 11 લાભાર્થીઓના સફળ એન.એસ.વી. ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં કલોલ તાલુકાના પ્રા.આ.કે. પાનસરનો 1, મોખાસણનનો 1, રાંચરડાના 3, કલોલ અર્બનનો 1 કેસ તથા માણસા તાલુકાના આજોલ નો 1, બિલોદરાનો 1, ઈટાદરાના 3 કેસ કરવામાં આવેલ હતા.
આ કેમ્પમાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મનુભાઈ સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.પિયુષભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. હર્ષદ પ્રજાપતિ, સા.આ.કે. નારદીપુરના અધિક્ષક શ્રી ડૉ.બ્રિજેશ પટેલ, પી.એચ.સી.મોખાસણ મેડિકલ ઓફિસર ડૉ રીષી કડિકર હાજર રહેલ હતા. આ કેમ્પમાં સા.આ.કે. કલોલના મેડિકલ ઓફિસરશ્રી ડૉ.જગદિશ ટાંક દ્વારા લાભાર્થીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં માનનીય મુખ્યઆરોગ્ય અધિકારી શ્રીડૉ.મનુભાઈ સોલંકી, અધિક આરોગ્ય અધિકારી શ્રી ડૉ.પિયુષભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.હર્ષદ પ્રજાપતિ, સા.આ.કે. નારદીપુરના અધિક્ષક શ્રી ડૉ બ્રિજેશ પટેલ દ્વારા તમામ લાભાર્થીઓને પ્રોત્સાહન ના ભાગ રુપે સ્ટીલના ડબાનું વિતરણ કરવામાં આવેલ હતું અને તમામ લાભાર્થીઓને નાસ્તો તથા દવાનું વિતરણ કરવામાં આવેલ તથા તમામ લાભાર્થીઓને ઓપરેશન બાદની સારસંભાળ બાબતે જરુરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતું.
આ કેમ્પમાં તાલુકા આરોગ્ય કચેરી કલોલ તથા માણસાના આરોગ્ય કર્મચારીગણ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો.
Press note in Sandesh news