આજ તા : 06/08/17 ના રોજ આઇ. એમ. એ કલોલ ના પ્રેસિડેન્ટ ડૉ. જયશ્રીબેન આર પટેલ દ્વારા સવારે 9 :00 વાગ્યે પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કિમ નો વકઁશોપ નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ના મુખ્ય આઇ. એમ. એ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા. *આ વકઁશોપ મા માન્ય મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ દિપક સી જાગાણી દ્વારા સ્વાઇન ફ્લુ અન્વયે માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ સ્વાઇન ફ્લુ ના લક્ષણો વાળા તમામ દર્દી ની માહિતી નજીક ના આરોગ્ય કેન્દ્ર ને દૈનિક આપવા જણાવ્યું. ડૉ હર્ષદ પ્રભુદાસ પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, કલોલ દ્વારા સરકારીશ્રીની વિવિધ પ્રકારની યોજના ઓની માહિતી આપવામાં આવી. તેમજ " QR Code " ની મદદથી સરકારી શ્રી ના વિવિધ પ્રકારની યોજના ઓની માહિતી જાણી શકાય તેમ જણાવ્યું. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સ્વાઇન ફ્લુ ની પ્રત્રિકા નુ વિતરણ કરવામાં આવ્યું.* ડૉ પી એલ દવે, રિટાયર સ્ટેટ મેડિકલ ઓફિસર ( PC & PNDT ACT ) ના દ્વારા PC & PNDT ACT વિશે વિગતવાર માહિતી આપવામાં આવી . આ કાર્યક્રમમાં કલોલ, ગાંધીનગર, માણસા , મહેસાણા, કડી , ઊંજા , વિજાપુર ના આઇ. એમ. એ ના 150 થી વધુ ડૉક્ટર મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. ડૉ પિયુષ પટેલ ( અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ) , ડૉ અનિલ ચૌહાણ ( પ્રેસિડેન્ટ, IMA Gandhinagar) , ડૉ દિનેશ બારોટ ( MOH, Gandhinagar) , ડૉ રશ્મિન પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં સવારે ચા - નાસ્તો અને બપોરે જમવાની વ્યવસ્થા આઇ. એમ. એ કલોલ દ્વારા કરવામાં આવી હતી.