1 મે "ગુજરાત ગૌરવ દિન " ની ઉજવણીમાં તમામ સાઆકે, પ્રાઆકે , શહેરી પ્રાઆકે ખાતે મહિલા ની આરોગ્ય તપાસ કેમ્પ , THO Kalol

               1 મે એટલે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આ " ગૌરવ દિન " ની ઉજવણીમાં તમામ સરકારી હોસ્પિટલ ખાતે મહિલા ની આરોગ્ય તપાસ કેમ્પ યોજવાનુ આયોજન કરેલ છે.

               તાલુકા આરોગ્ય કચેરી હસ્તક ના સાઆકે કલોલ , ડીગુચા અને નારદીપુર તેમજ  તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંચરડા, હાજીપુર , સઇજ , પાનસર , મોખાસણ , સોજા,  શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 1 અને 2 ખાતે સવારે 10 થી 12 સુધી મા કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ છે.

                 તા ૧.૫.૧૭ ના રોજ સાઆકે કલોલ ખાતે PSM Hospital ,Kalol માંથી મુખ્યમંત્રી અમૂતમ યોજના અન્વયે  નિષ્ણાત ડૉક્ટર શ્રીઓ ( કીડની રોગ, હાડકાના રોગ, દાઝેલા દદીઁ માટે)  આવવાના હોઇ  કીડની ( ડાયાલીસીસ), હાકડાના તથા દાઝેલા દર્દીઓને હાજર રાખવા જરૂરી સુચના  આપવામા આવેલ છે.

























Deendayal Generic Medical Drug Store Opening Ceremony at Ta: Kalol , Dist : Gandhinagar , Gujarat






આપ સૌ જાણો છો કે દિન દયાળ જેનેરીક  સ્ટોર રાજ્યમાં ૫૨ ( બાવન ) જગ્યાએ શરૂ થયેલ છે. જેનો સારો પ્રતિભાવ મળતાં ફ્રેન્ચાઇઝ મોડેલ પર રાજ્યની જુદી જુદી ૭૯ જગ્યાઓએ જેનેરીક મેડીકલ સ્ટોર ખોલવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ છે. આજ રોજ કલોલ તાલુકાની જનતાને આ સ્ટોરનો લાભ મળી રહે તે હેતુસર આદર્શ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ,(KIRC) કેમ્પસ, અમદાવાદ- મહેસાણા હાઇવે, કલોલ ખાતે શ્રી શંભુજી ઠાકોર, માન. ઉપાધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા,ગાંધીનગરના વરદ હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવેલ હતો. આ ઉદઘાટન કાર્યક્ર્મમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. પિયુષ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ.એચ.પી. પ્રજાપતિ, નગરપાલિકાના પ્રમુખશ્રી આનંદીબેન પટેલ, KIRC સંચાલક ડૉ.અતુલભાઇ પટેલ, ભુતપૂર્વ પ્રમુખશ્રીઓ, કલોલ તથા અન્ય મહાનુભાવો હાજર હતા. આ સ્ટોરનુ ઉપાધ્યક્ષશ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ હતુ. આ સ્ટોરના ઉદઘાટન સમારંભમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, કલોલ ડૉ. હર્ષદ પ્રજાપતિ દ્વારા જેનેરીક દવાઓ બાબતે, બજાર ભાવ, દવા સ્ટોક,બીલીંગની પધ્ધતિ વગેરે બાબતે ઝીણવટભરી માહીતી આપવામાં આવી હતી. તેમજ માન. ઉપાધ્યક્ષ દ્વારા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા જેનેરીક દવાઓ બાબતે પુછવામાં આવેલા પ્રશ્નો ના સંતોષકારક જવાબો આપવામાં આવેલ હતા. તેમજ ઉપાધ્યક્ષ દ્વારા પણ જેનેરીક દવાઓ બાબતે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે  માર્ગદર્શન આપેલ હતુ. આ સ્ટોરના શુભારંભમાં કલોલ તાલુકાના આશરે ૨૨૫ જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત હતા. ફ્રેન્ચાઇઝ તરફથી આઇસ્ક્રીમ તથા નાસ્તાની વ્યવસ્થા કરેલ હતી.