- કલોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ રેલી યોજવામાં આવી. Dt: 02/03/19 THO Kalol

*વિષય- કલોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ રેલી યોજવામાં આવી.*

ગુજરાતમાં ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યાએ સમગ્ર  સમાજ માટે ચિંતાનો વિષય છે. સ્ત્રીઓની સતત ઘટતી જતી સંખ્યાના કારણે સામાજીક પ્રશ્નો ઉભા થયેલ છે. સમાજમાં સ્ત્રી ભ્રુણ હત્યા  જેવી ઘાતકી અને નિંદનીય ઘટનાઓ બને છે. જે અત્યંત ગંભીર બાબત છે. *જો આપણે દીકરો અને દીકરી વચ્ચે ભેદ ન રાખતાં પુત્રી જન્મને હરખથી વધાવશુ તો સમાજમાં વ્યવસ્થામાં સમરસતા જળવાઇ રહેશે.* તે હેતુથી

આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી, કલોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ રેલી યોજવામાં આવી. આ રેલીમાં *માનનીય ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર, મદદનીશ કલેકટરશ્રી અને પ્રાંત અધિકારી સુ.શ્રી નેહા કુમારી,* તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હર્ષદ પી. પ્રજાપતિ, *તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગીતાબેન એમ. ઠાકોર, નગરપાલિકા કલોલના પ્રમુખશ્રી પ્રકાશભાઇ જી. વરઘઉ,* સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી, કલોલ ૧,૨ અને ૩, પોલીસ ખાતાના અધિકારીશ્રી,  આઇ.એમ.એ ના પ્રમુખશ્રી તેમજ કલોલ તાલુકાના પ્રાઇવેટ  ગાયેનક અને રેડીઓલોજીસ્ટ ડૉકટરશ્રીઓ પણ આ રેલીમાં ઉપસ્થિત રહેલ હતા.

તમામ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓનુ પુષ્પગુચ્છ આપી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. હર્ષદ પી. પ્રજાપતિ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતુ.  

માનનીય ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર, મદદનીશ કલેકટરશ્રી અને પ્રાંત અધિકારી સુ.શ્રી નેહા કુમારી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હર્ષદ પી. પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ગીતાબેન એમ. ઠાકોર, નગરપાલિકા કલોલના પ્રમુખશ્રી પ્રકાશભાઇ જી. વરઘઉ દ્વારા લીલીઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવેલ હતુ.

આ રેલીમાં આશરે *૩૫૦ જેટલા  આરોગ્ય કર્મચારીઓ,* *મપહેસુ* ,   *મપવ* *આઇસીડીએસ, કલોલની મુખ સેવિકા બહેનો,  આશા અને આશા ફેસીલીટેટર  બહેનો,* જોડાયેલ હતા. આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાવો ના પ્લે કાર્ડ, સુત્રોચ્ચાર, ગીતો અને ગરબા, બેન્ડ વાજા, ઉંટલારી સાથે  કાઢવામાં આવેલ હતી. રેલીમાં સપ્તધારા કાર્યક્ર્મ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો ના ગીતો અને *ગરબા* ગાવામાં આવેલ હતા. અને વખારીયા ચોક કલોલ ખાતે *પપેટ શો*  રજુ કરી બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. રૂટમાં આવતા તમામ શોપીંગની દુકાનોમાં, રાહદારીઓને *બેટી બચાવો બેટી પઢાવોની પત્રિકાનુ* વિતરણ કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમ માટે તાલુકા આરોગ્ય કચેરી, કલોલના સ્ટાફ તથા કર્મચારીઓ , *પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પુરુષ આરોગ્ય કર્મચારી* દ્વારા  ખુબ જ જહેમત ઉઠાવી  કલોલ તાલુકામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ બાબતે જનજાગૃતિ લાવવાનો  પુરેપુરો પ્રયત્ન કરવામાં આવેલ હતો.