Anaemic free Gujarat

*સપ્તધારા : સર્જનાત્મક ધારા*
*અનેમીયા મુક્ત ગુજરાત...*

*માન. મદદનીશ કલેકટર કુ.શ્રી નેહા કુમારી* દ્વારા તાલુકા સંકલન સમિતિ અને તાલુકા આરોગ્ય સંકલન સમિતિની મિટિંગમાં તમામ અધિકારી અને કર્મચારી ની હાજરીમાં પ્રેરણારૂપ થવા, અનેમિયા મુક્ત ગુજરાત કરવા હેતુસર આયૅન ગોળી  ગળવામાં આવેલ.

તેમના દ્વારા જણાવેલ કે જ્યાં સુધી અધિકારી અને કર્મચારી આયૅન ગોળી પોતે નહી લે ત્યાં સુધી બીજાને વિચારમાં લાવી શકશે નહીં. તે હેતુસર તમામને ઉદાહરણ તરીકે દરેક મિટિંગમાં આયૅન ગોળી લેવા દરેક મહિલા અધિકારી અને કર્મચારીને જણાવેલ તેમજ તેમની રૂબરૂમાં દરેકને આયૅન ગોળી ગળાવેલ.

*તાલુકા  સંકલન સમિતિ અને તાલુકા આરોગ્ય સંકલન સમિતિ કલોલ અને માણસા ખાતે યોજવામાં આવેલ.* જેમાં જુદા જુદા વિભાગના સરકારી અધિકારી ( *મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી* ) અને કર્મચારી હાજર રહેલ તેમજ *નગરપાલિકા અને તાલુકા ના પ્રમુખશ્રી* , તાલુકાના અને જિલ્લાના સદસ્યો, પ્રાઇવેટ ડોક્ટરો તેમજ એન.જી.ઓ ના સદસ્યો પણ હાજર રહેલ.

વધુમાં લોહતત્ત્વની ઉણપ એટલે કે અનેમિયા નુ પ્રમાણ સૌથી વધારે વર્ગ-૩ અને ૪ ના કર્મચારી માં જોવા મળેલ છે. આથી દરેક વિભાગના *વર્ગ-૩ અને ૪ ના કર્મચારીનો આરોગ્ય કેમ્પ* રાખવો.જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. હર્ષદ પ્રજાપતિ દ્વારા અનેમિયા મુક્ત ગુજરાત અંતર્ગત તાલીમ આપવામાં આવશે. અને દરેકને રૂબરૂમાં આયૅન ગોળી ગળાવવી તેમજ દર બુધવારે આયૅન ગોળી ગળવા સમજાવવામાં આવશે.

તાલુકા આરોગ્ય કચેરી, કલોલ અને માણસા  દ્વારા સદર મીટીંગ નું આયોજન કરવામાં આવેલ.

PC & PNDT Awareness Workshop at Kalol Dt: 1/1/19 , THO Kalol



તા: ૧/૧/૧૯ ના રોજ કલોલના આઈ એમ એ હોલ ખાતે કલોલ તથા માણસા તાલુકાના ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ અને ફિઝિશિયન માટે પી સી એન્ડ પી.એન.ડી.ટી અવેરનેસ વર્કશોપ *માન. પ્રાંત અધિકારીશ્રી નેહા કુમારી* ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. આ વર્કશોપમાં પી સી એન્ડ પી એન ડી ટી અને ફેમીલી વેલફેર પ્રોગ્રામ ના ગુજરાત રાજ્યના *માન.ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડૉ.રાકેશ વૈધ, માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મનુભાઈ સોલંકી, સ્ટેટ નોડલ ઓફિસરશ્રી ડૉ પઠાણ,* તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. હર્ષદ પ્રજાપતિ, આઈ એમ એ કલોલ ના પ્રમુખ શ્રી ડૉ.ભગવતીબેન, આઈ એમ એ માણસા ના પ્રમુખશ્રી ડૉ.યશંવતભાઈ, કલોલ અને માણસા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ઉપસ્થિત રહેલ. આ વર્કશોપમાં કલોલ તાલુકાના કુલ ૨૭ ડોક્ટર શ્રી અને માણસા તાલુકાના કુલ ૧૬ ડોક્ટર શ્રી હાજર રહેલ.

 *ડૉ. હર્ષદ પ્રજાપતિ,* તાલુકા આરોગ્ય અધિકારી કલોલ અને માણસા દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરેલ અને કાર્યક્રમનો હેતુ જણાવેલ.

માન. પ્રાંત અધિકારીશ્રી નેહા કુમારી દ્વારા આ કાર્યક્રમને અંતર્ગત જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ અને બેટી વધાવો બાબતે ગંભીરતા દાખવી વિવિધ પ્રોગ્રામો કરવા અને તમામ ડોક્ટર શ્રી ઓએ સહયોગ આપવા જણાવેલ.

માન. ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડૉ. રાકેશ વૈધ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી નીતિ આયોગના ઇન્ડીકેટરો, જિલ્લા વાઇસ ગુજરાત રાજ્યનો જાતિ દર, સીલ કરેલ સોનોગ્રાફી મશીન, વિવિધ કમિટીઓ, પબ્લિક અવેરનેસ, રજીસ્ટ્રેશન અને રેકર્ડ બાબત તેમજ કોર્ટમાં ચાલતા કોર્ટ કેસ અને તેના જજમેન્ટ વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

ડૉ. મનુભાઈ સોલંકી, માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમને લગતી ઝીણવટ ભરી માહિતી આપવામાં આવેલ તેમજ દરેક ડોક્ટરોએ બેટી બચાવો અંતર્ગત કામગીરી કરવા અને ગર્ભ પરીક્ષણ રોકવા તેમજ આ અંગે કોઈ પણ પ્રકારની જાણ થાય તો અત્રેની કચેરીએ જાણ કરવા જણાવેલ.

ડૉ પઠાણ, સ્ટેટ નોડલ ઓફિસર દ્વારા આ કાર્યક્રમને લગતી ક્લિનિકમાં રાખવાની જરૂરી બાબતો રજીસ્ટર, બુકલેટ , રેફરલ સ્લીપ,  ફોર્મ એફ અને આ અંગે જરૂરી કરવાની થતી કામગીરી બાબતે માહિતી આપવામાં આવેલ.

સદર વર્કશોપમાં જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી નજીવા દરે સગર્ભા માતા ની સોનોગ્રાફી કરતા ડૉ.જય એન્જિનિયર નું સન્માન કરવામાં આવેલ તેમજ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી સારી કામગીરી કરનાર ડૉ. દિનેશ શાહનુ સન્માન કરવામાં આવેલ.
આ વર્કશોપમાં વિવિધ ડૉકટરશ્રી દ્વારા પૂછવામાં આવેલ તમામ પ્રશ્નો નું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમની આભારવિધિ ડૉ. વિપુલભાઈ ત્રિવેદી, મેડીકલ ઓફિસર હાજીપુર દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમને તાલુકા આરોગ્ય કચેરી અને માણસાના કર્મચારી દ્વારા ખૂબ જ  જહેમત ઉઠાવી સફળ બનાવેલ.