માનનીય મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પ્રાથમિક કુમાર શાળા સોજા, તાલુકા કલોલ ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ



 માનનીય મંત્રીશ્રી એ જન્મજાત બહેરાશ ધરાવતા બાળકને, કે જેનું કોકલીયર ઇમ્પ્લાન્ટ નું મફત ઓપરેશન સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે કરાવેલ તેને સ્ટેજ પર પોતાની સાથે બેસાડી બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો




આજ તા: ૨૭/૧૧/૧૮ ના રોજ કલોલ તાલુકાના સોજા ગામની પ્રાથમિક કુમાર શાળા ખાતે આગામી તા ૨૭.૧૧.૧૮ થી ૨.૨.૧૯ સુધી ચાલનારા શાળા આરોગ્ય–રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્ર્મનો શુભારંભ માનનીય શ્રી જયેશભાઇ રાદડીયા, મંત્રીશ્રી, અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકો બાબત,ગુજરાત રાજ્ય.ના વરદ હસ્તે કરવામાં આવ્યો. આ કાર્યક્ર્મમાં શ્રી અમિતભાઇ ચૌધરી, પુર્વ ધારાસભ્યશ્રી, માણસા અને ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ. માનનીયશ્રી  હિતેષભાઇ કોયા સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત, ગાંધીનગર. શ્રી જયેશભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત, સદસ્ય ગાંધીનગર, શ્રી વી.આર. પટેલ મામલતદારશ્રી, કલોલ. શ્રી મૌલિક ડોંગા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કલોલ., શ્રીમતી દક્ષાબેન પટેલ, સરપંચશ્રી, ગ્રામ પંચાયત, સોજા ઉપસ્થિત રહેલ હતા.
આ શુભ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. હર્ષદ પ્રજાપતિ દ્વારા મંચસ્થ મહાનુભાવોનુ શાબ્દીક સ્વાગત કરવામાં આવેલ હતુ. તથા શાળા આરોગ્ય કાર્યક્ર્મ બાબતે વિગતવાર, સપ્તાહીક ઉજવણી, શાળાના બાળકોની તપાસ અને સારવાર, સંદર્ભ સેવાઓ, વગેરે  બાબતે વિસ્તૃત  જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, હિતેષભાઇ કોયા દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમનુ આયોજન, ઇમ્પલીમેન્ટેશન વગેરે બાબતે ચર્ચા તેમજ આયુષ્માન ભારતની સ્વાસ્થ્ય વિમા યોજના બાબતે જાણકારી આપેલ હતી.
માનનીય શ્રી જયેશભાઇ રાદડીયા, મંત્રીશ્રી, અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહકો બાબત, ગુજરાત રાજ્ય દ્વારા તમામ બાળકોની યોગ્ય તપાસ થાય અને ગરીબ બાળકોને તથા ગંભીર રોગોના બાળકોને યોગ્ય સંદર્ભ સેવાઓ મળે અને માર્ગદર્શન  મળે તેમજ સરકારની યોજનાનો પુરેપુરો લાભ લોકોને પ્રાપ્ત થાય તેવુ જણાવેલ હતું.
આ કાર્યક્રમમાં આગળના વર્ષમાં સોજા ગામના નૈતિક અશોકભાઇ બજાણીયાના વાલી તરફથી સરકારની શાળા આરોગ્ય કાર્યક્ર્મ દ્વારા સફળ સર્જરી કરવામાં આવેલ હતી. તેની સફળ ગાથા રજુ કરવામાં આવી હતી.
તેમજ તમામ બાળકો તથા મંચસ્થ  મહાનુભાવો દ્વારા સ્વચ્છતા પ્રતિજ્ઞા કરવામાં આવેલ હતી. માનનીય મંત્રીશ્રી દ્વારા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા શાળાના કંપાઉન્ડમાં વૃક્ષારોપણ  કાર્યક્મ કરી વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.
કાર્યક્ર્મના સ્થળે પ્રદર્શન કરી આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવેલ હતું.
આ કાર્યક્ર્મ તાલુકા આરોગ્ય કર્મચારી સ્ટાફ,પ્રાઆકે સોજાનો સ્ટાફ શિક્ષણ ગણ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી  કાર્યક્ર્મને સફળ બનાવેલ હતો.