કલોલ તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની કુલ મળીને આરોગ્ય કર્મચારીની ૮૮ ટીમો દ્વારા ઘરે ઘરે જઇને માઇકિંગ કરી સ્વાઇન ફ્લુ અંતર્ગત સર્વેલન્સ કામગીરી કરવામાં આવે છે. અને તેનુ દૈનિક મોનીટરીગ THO શ્રી અને મે.ઓ.શ્રી દ્વારા કરવામાં આવે છે. અને જેનુ રીપોર્ટીગ પણ સવેલન્સ કામગીરી બાદ તાત્કાલિક ધોરણે સમયસર જિલ્લા કક્ષાએ કરી દેવામાં આવે છે. ફીલ્ડ તેમજ OPD દરમ્યાન મળી આવેલ શંકાસ્પદ દર્દીઓનુ સ્ક્રીનીગ કરી જરૂરી પ્રોફાઇલેક્ટિક સારવાર સ્થળ પર આપવામાં આવે છે. ઉપરાંત જિલ્લા કક્ષાએથી મળેલ પોજેટીવ કેસોની માહીતીની આધારે તે જ દિવસે રૂબરૂ ઘરની મુલાકાત લઇ એક્ટીવ સર્વેલન્સ કામગીરી કરી કોન્ટેક વ્યક્તિને સારવાર આપવામાં આવે છે. અને આ કરેલ કામગીરીનુ રીપોર્ટીગ પણ તે જ દિવસે જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવે છે. તાલુકા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફીસ, તથા પ્રાઇવેટ ડૉ.શ્રીઓ સાથે પણ પરામર્શમાં રહી કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય તો આવા કેશની જાણ તાત્કાલિક ધોરણે અત્રેની કચેરીએ કરવા જણાવેલ છે. અને તમામ પ્રાઇવેટ ડૉ.શ્રીઓને પણ સદર સ્વાઇન ફ્લુ અંતર્ગત તાલુકા કક્ષાએ IMA ની મીટીગ કરીને માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન, સલાહ અને સુચન પુરા પાડવામાં આવેલ હતા. સ્વાઇન ફ્લુ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં તાલુકા આયુર્વેદીક હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અને પ્રાઆકે ના આયુષ મેડીકલ ઓફીસર દ્વારા દરરોજ ૧૫ થી વધારે સ્થળે ઉકાળા વિતરણમાં આશરે ૧૭૦૦૦ થી વધુ લોકોને ઉકાળો બનાવીને પીવડાવવાની કામગીરી કરવામાં આવેલ છે. અને હાલમાં આ કામગીરી કાર્યરત છે. લોક જન જાગૃતિના ભાગ રૂપે લોકોમાં સ્વાઇન ફ્લુ બાબતે જાગૃતિ આવે અને તેને અનુસરે તે હેતુથી કર્મચારી દ્વારા સર્વેલ ન્સ કામગીરી દરમ્યાન ઘરે- ઘરે વ્યકિતગત સંપર્ક કરી આ બાબતે સમજ આપવામાં આવે છે. ફળીયા , જુથ બેઠકો કરી જુથમાં આ બાબતેના સંદેશા આપી અને પત્રિકાઓ વિતરણ કરી સમજ આપવામાં આવે છે. માઇક પ્રચાર- તાલુકા કક્ષાએ હાલમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી કેન્દ્રમાં માસ સમુદાયમાં જાગૃતિ લાવવા સારૂ માઇક પ્રચાર કરી લોક જાગૃતિ લાવવામા આવેલ છે. અને હાલમાં માઇક પ્રચાર ચાલુ છે. સ્ક્રોલ કવરેજ - તાલુકા કક્ષાએ શહેરી વિસ્તારમાં,જ્યોતિકેબલ દ્વારા સ્વાઇન ફ્લુ બાબતે જનજાગૃતિના ભાગરૂપે ૫૦૦૦ જેટ્લા ટીવી કનેકશન ધરાવતા ચેનલમાં સ્ક્રોલ મેસેજ આપવામાં આવેલ છે. અને હાલમાં ચાલુ છે. શાળાના બાળકોમાં જન જાગૃતિના ભાગરૂપે તમામ શાળાનો સંપર્ક કરી પ્રાર્થનામાં બાળકો સાથે સ્વાઇન ફ્લુ બાબતે જાણકારી આપવામાં આવેલ છે. અને બાળકોનુ પણ સ્ક્રીનીગ કરી શંકાસ્પદ જણાતા બાળકોને તાત્કલિક સારવાર આપવામાં આવે છે. તેમજ તાલુકાના તમામ ગામોમાં NDD ના રાઉન્ડ વખતે રેલી કાઢી અને NDD ના સંદેશ સાથે સ્વાઇન ફ્લુ જાગૃતિનુ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ હતુ. અને સ્કુલના NDD કાર્યક્ર્મ વખતે તમામ શાળામાં સ્વાઇન ફ્લુ પત્રિકા બેનર લગાવી જન જાગૃતિ કરવામાં આવેલ હતી. તેમજ અન્ય ગામોમાં પણ શાળાના બાળકો મારફતે સ્વાઇન ફ્લુ રેલી કાઢી લોક જાગૃતિ લાવવામાં આવેલ હતી. સ્વાઇન ફ્લુ જનજાગૃતિ ભાગરૂપે તાલુકાના પંચાલ જગત,અઠવાડીક ન્યુઝ પેપરમાં પણ સ્વાઇન ફ્લુ લક્ષણો, ચિન્હો અને તેની સારવારના ઉપાયો બાબતેનુ પ્રેસ કટીગ જાહેરાત અર્થે આપવામાં આવેલ છે. તાલુકા આરોગ્ય કચેરી , કલોલ

કલોલ તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની કુલ મળીને આરોગ્ય કર્મચારીની ૮૮ ટીમો દ્વારા ઘરે ઘરે જઇને માઇકિંગ  કરી સ્વાઇન  ફ્લુ અંતર્ગત સર્વેલન્સ કામગીરી કરવામાં આવે છે. અને તેનુ દૈનિક મોનીટરીગ THO શ્રી અને મે.ઓ.શ્રી દ્વારા કરવામાં આવે છે. અને જેનુ રીપોર્ટીગ પણ સવેલન્સ કામગીરી બાદ તાત્કાલિક ધોરણે સમયસર જિલ્લા કક્ષાએ કરી દેવામાં આવે છે. 
 ફીલ્ડ તેમજ OPD દરમ્યાન મળી આવેલ શંકાસ્પદ  દર્દીઓનુ સ્ક્રીનીગ કરી જરૂરી પ્રોફાઇલેક્ટિક  સારવાર સ્થળ પર આપવામાં આવે છે. ઉપરાંત  જિલ્લા કક્ષાએથી મળેલ પોજેટીવ કેસોની માહીતીની આધારે તે જ દિવસે રૂબરૂ ઘરની મુલાકાત લઇ એક્ટીવ સર્વેલન્સ કામગીરી કરી કોન્ટેક વ્યક્તિને સારવાર આપવામાં આવે છે. અને આ કરેલ કામગીરીનુ રીપોર્ટીગ  પણ તે જ દિવસે  જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવે છે. 
તાલુકા  કક્ષાએ તાલુકા હેલ્થ ઓફીસ, તથા  પ્રાઇવેટ ડૉ.શ્રીઓ સાથે પણ પરામર્શમાં રહી કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય તો આવા કેશની જાણ તાત્કાલિક ધોરણે અત્રેની કચેરીએ કરવા જણાવેલ છે. અને તમામ પ્રાઇવેટ ડૉ.શ્રીઓને પણ સદર સ્વાઇન ફ્લુ અંતર્ગત તાલુકા કક્ષાએ IMA ની મીટીગ કરીને માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન, સલાહ અને સુચન પુરા પાડવામાં આવેલ હતા. 
સ્વાઇન ફ્લુ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં તાલુકા આયુર્વેદીક હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અને પ્રાઆકે ના આયુષ મેડીકલ ઓફીસર દ્વારા દરરોજ ૧૫ થી વધારે સ્થળે  ઉકાળા વિતરણમાં  આશરે ૧૭૦૦૦ થી વધુ લોકોને ઉકાળો બનાવીને પીવડાવવાની કામગીરી કરવામાં આવેલ છે. અને હાલમાં આ કામગીરી કાર્યરત છે. 
લોક જન જાગૃતિના ભાગ રૂપે લોકોમાં સ્વાઇન ફ્લુ બાબતે જાગૃતિ આવે અને તેને અનુસરે તે હેતુથી કર્મચારી દ્વારા સર્વેલ ન્સ  કામગીરી દરમ્યાન  ઘરે- ઘરે વ્યકિતગત સંપર્ક કરી આ બાબતે સમજ આપવામાં આવે છે. ફળીયા , જુથ બેઠકો કરી જુથમાં આ બાબતેના સંદેશા આપી અને પત્રિકાઓ વિતરણ કરી સમજ આપવામાં આવે છે. 
માઇક પ્રચાર- તાલુકા કક્ષાએ હાલમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી કેન્દ્રમાં માસ સમુદાયમાં જાગૃતિ  લાવવા સારૂ માઇક પ્રચાર કરી લોક જાગૃતિ લાવવામા આવેલ છે. અને હાલમાં માઇક પ્રચાર ચાલુ છે. 
સ્ક્રોલ કવરેજ -  તાલુકા કક્ષાએ શહેરી વિસ્તારમાં,જ્યોતિકેબલ દ્વારા સ્વાઇન ફ્લુ  બાબતે જનજાગૃતિના ભાગરૂપે ૫૦૦૦ જેટ્લા ટીવી કનેકશન ધરાવતા ચેનલમાં સ્ક્રોલ મેસેજ  આપવામાં આવેલ છે. અને હાલમાં ચાલુ છે. શાળાના બાળકોમાં જન જાગૃતિના ભાગરૂપે તમામ શાળાનો સંપર્ક કરી પ્રાર્થનામાં બાળકો સાથે સ્વાઇન ફ્લુ બાબતે જાણકારી આપવામાં આવેલ છે. અને બાળકોનુ પણ સ્ક્રીનીગ કરી શંકાસ્પદ જણાતા બાળકોને તાત્કલિક સારવાર આપવામાં આવે છે.
 તેમજ તાલુકાના તમામ ગામોમાં NDD ના રાઉન્ડ વખતે રેલી કાઢી અને  NDD ના સંદેશ સાથે  સ્વાઇન ફ્લુ  જાગૃતિનુ આરોગ્ય શિક્ષણ આપવામાં  આવેલ હતુ. અને સ્કુલના NDD કાર્યક્ર્મ વખતે તમામ શાળામાં  સ્વાઇન ફ્લુ પત્રિકા બેનર લગાવી જન જાગૃતિ  કરવામાં આવેલ હતી. તેમજ અન્ય ગામોમાં પણ શાળાના બાળકો મારફતે સ્વાઇન ફ્લુ રેલી કાઢી લોક જાગૃતિ લાવવામાં આવેલ હતી. 
સ્વાઇન ફ્લુ જનજાગૃતિ ભાગરૂપે તાલુકાના પંચાલ જગત,અઠવાડીક ન્યુઝ પેપરમાં પણ સ્વાઇન ફ્લુ લક્ષણો, ચિન્હો અને તેની સારવારના ઉપાયો બાબતેનુ પ્રેસ કટીગ જાહેરાત અર્થે આપવામાં આવેલ છે.    તાલુકા આરોગ્ય કચેરી , કલોલ