આજ રોજ તા ૪/૮/૧૯ વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે કાંગારૂ મધર સંભાળ રૂમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

આજ રોજ તા ૪/૮/૧૯  વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે  કાંગારૂ મધર સંભાળ રૂમ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.


સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માણસા ખાતે આજે તા: ૦૪/૦૮/૧૯ ના રોજ કાંગારૂ માતા સંભાળ ઉજવણી અને કાંગારૂ માતા સંભાળ રૂમ ઉદ્દઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ
આ કાર્યક્રમમાં માન. શ્રી બિમલભાઈ ઉપાધ્યાય, ઉપાધ્યક્ષ શ્રી બિન અનામત આયોગ ગાંધીનગર, માન. કલેકટર શ્રી એસ કે લાંગા, માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર આર રાવલ, માન. પ્રાંત અધિકારી શ્રી નેહા કુમારી, માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ એમ એચ સોલંકી,, અધિક કલેકટર શ્રી પુરવઠા વિભાગ , જિલ્લા લાઇઝન અધિકારી શ્રી ડો. દક્ષાબેન પટેલ, ડો. કાનન અધિક્ષકશ્રી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માણસા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ એચ પી પ્રજાપતિ, મામલતદારશ્રી માણસા,  આર એમ ઓ શ્રી ડૉ પરમાર, બાળરોગ નિષ્ણાત શ્રી, સ્ત્રી રોગ નિષ્ણાંત, જિલ્લા પી એચ એન અને જિલ્લા ન્યૂટિશન પ્રોગ્રામ આસિસ્ટન્ટ અને સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માણસા ના તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહેલ.

તા.૧૬/૦૭/૧૯ ના રોજ ધાર્મિક અને ધ્રુવીકા નો જન્મ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માણસા ખાતે થયેલ, જન્મ સમયે ધાર્મિક નું વજન ૨.૧૦૦ અને ધ્રુવીકા નું વજન ૧.૫૦૦ હતું. બંને બાળકો ની ત્રણ પેઢી રીંકલબેન (મમ્મી), અરુણાબેન (મમ્મીના મમ્મી) અને કોકીલાબેન (દાદી) દ્વારા સતત કાંગારૂ કેર આપવામાં આવેલ, આજ રોજ તેમનું વજન કરતા ધાર્મિક નું ૨.૨૦૦ અને ધ્રુવીકા નું વજન ૧.૬૫૦ થયેલ, જે ખરેખર કાંગારૂ કે દ્વારા શક્ય બને છે.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ના આ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરેલ છે.





તા : ૦૩/૦૮/૧૯ ના રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચ પી પ્રજાપતિ દ્વારા તાલુકા કલોલ ના તમામ આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો માટે આયોજન કરેલ વર્કશોપમા



તા : ૦૩/૦૮/૧૯ ના રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચ પી પ્રજાપતિ દ્વારા તાલુકા કલોલ ના તમામ આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો માટે આયોજન કરેલ  વર્કશોપમા નીતિ આયોગના ઇન્ડિકેટર જેમાં ખાસ કરીને માતા મરણ અટકાવવા, બાળમરણ અટકાવવા,  કુટુંબ કલ્યાણની વિવિધ પદ્ધતિ, ટી.બી, મેલેરિયા અને ડેન્ગ્યુ તેમજ અન્ય પાણીજન્ય અને વાહક જન્ય રોગો  વિશેની માહિતી તાત્કાલિક સરકારી આરોગ્ય અધિકારીને જાણ કરવા તેમજ સરકારશ્રીની વિવિધ યોજના  વિશે સમજાવવા મા આવેલ.


આ વર્કશોપનું આયોજન ડૉ મલય, પ્રમુખશ્રી આયુષ એસોસિએશન કલોલ દ્વારા કરવામાં આવેલ.