આજ તા : ૨૬/૧૨/૧૮ ના રોજ માન. ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર, કલોલ મતવિસ્તાર ના અધ્યક્ષ સ્થાને તાલુકા આરોગ્ય કચેરી ના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કામ કરતી આશા બહેનોનું સંમેલન અર્બન હેલ્થ સેન્ટર ૧ આંબેડકર ભવન કલોલ ખાતે યોજવામાં આવેલ.

આજ તા : ૨૬/૧૨/૧૮ ના રોજ તાલુકા આરોગ્ય કચેરી ના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કામ કરતી આશા બહેનોનું સંમેલન અર્બન હેલ્થ સેન્ટર ૧ આંબેડકર ભવન કલોલ ખાતે યોજવામાં આવેલ. આ સંમેલનમાં ૩૦૦ જેટલી બહેનો તથા કર્મચારીઓ હાજર હતા.

આ સંમેલનમાં કલોલ મતવિસ્તારના માન. ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર ઉપસ્થિત રહેલ હતા. જેઓનુ ડૉ.હર્ષદ પ્રજાપતિ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. માન.ધારાસભ્યશ્રી એ આશા બહેનોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ તેમજ ભવિષ્યમાં જરૂર જણાય ત્યારે હંમેશા સાથ સહકાર મળશે તેમ જણાવેલ.

આ સંમેલનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મનુભાઈ સોલંકી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પિયુષભાઈ પટેલ હાજર રહી કુટુંબ કલ્યાણ ની જુદી-જુદી પદ્ધતિઓ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં આપવામાં આવતા ઈન્સેટીવ, નવી કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ છાયા અને અંતરા, સરકાર શ્રી તરફ થી ચાલતા સેટકોમ કાર્યક્રમ આશા એક ચેતના,  માતા અને બાળ મરણ અટકાયતી પગલા, સગર્ભા ની વહેલી નોંધણી,  બર્થ માઈક્રોપ્લાન, સગર્ભા માતા ની સોનોગ્રાફી, બાલ સખા યોજના અને ટેકો કાર્યક્રમ બાબતે જાણકારી આપેલ હતી.

તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. હર્ષદ પ્રજાપતિ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરકારશ્રીની ચાલતી વિવિધ યોજના અને કાર્યક્રમો બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આયુષ્યમાન ભારત : પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના, હેલ્થ વેલનેસ સેન્ટર, પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલા, વાહક જન્ય રોગચાળો અટકાયતી પગલા,. સરકાશ્રીની નાણાકીય સહાય : જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ક્ષય લેપ્રસી અને અંધત્વ નિવારણ કાર્યક્રમ, હાઈ રિસ્ક માતાને સમયસર રેફરલ કરવા માટેની જરૂરી વિગતો, નીતિ આયોગના સૂચકાંકો, બિનચેપી રોગો વિશે ની માહિતી, મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય યોજના વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ.

તાલુકામાં સારી કામગીરી કરી માતા અને બાળકની જિંદગી જે આશાઓ એ બચાવેલ તેમને તેમજ ગત વર્ષમાં આરોગ્યની સારી કામગીરી કરેલ તેવી બહેનોને પ્રોત્સાહન ના ભાગરૂપે માન. ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. મનુભાઈ સોલંકી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પિયુષભાઈ પટેલ દ્વારા ટોફી તથા સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોખાસણ ના આશાબેન દ્વારા બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ અંતર્ગત સુંદર ગીત રજુ કરી તમામને સંભળાવેલ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો.

તા : ૦૭/૧૨/૧૮ રોજ કલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર નારદીપુર ખાતે કલોલ તથા માણસા તાલુકા વિસ્તારનો પુરુષ નસબંધી (એન.એસ.વી.) કેમ્પ યોજવામાં આવેલ હતો.


રોજ કલોલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર નારદીપુર ખાતે કલોલ તથા માણસા તાલુકા વિસ્તારનો પુરુષ નસબંધી (એન.એસ.વી.) કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં કુલ 14 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં થી 11 લાભાર્થીઓના સફળ એન.એસ.વી. ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં કલોલ તાલુકાના પ્રા.આ.કે. પાનસરનો 1, મોખાસણનનો 1, રાંચરડાના 3, કલોલ અર્બનનો 1 કેસ તથા માણસા તાલુકાના આજોલ નો 1, બિલોદરાનો 1, ઈટાદરાના 3  કેસ કરવામાં આવેલ હતા.

આ કેમ્પમાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મનુભાઈ સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.પિયુષભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. હર્ષદ પ્રજાપતિ, સા.આ.કે. નારદીપુરના અધિક્ષક શ્રી ડૉ.બ્રિજેશ પટેલ, પી.એચ.સી.મોખાસણ મેડિકલ ઓફિસર ડૉ રીષી કડિકર હાજર રહેલ હતા. આ કેમ્પમાં સા.આ.કે. કલોલના મેડિકલ ઓફિસરશ્રી  ડૉ.જગદિશ ટાંક દ્વારા લાભાર્થીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં માનનીય મુખ્યઆરોગ્ય અધિકારી શ્રીડૉ.મનુભાઈ સોલંકી, અધિક આરોગ્ય અધિકારી શ્રી ડૉ.પિયુષભાઈ પટેલ,  તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.હર્ષદ પ્રજાપતિ, સા.આ.કે. નારદીપુરના અધિક્ષક શ્રી ડૉ બ્રિજેશ પટેલ દ્વારા તમામ લાભાર્થીઓને પ્રોત્સાહન ના ભાગ રુપે સ્ટીલના ડબાનું વિતરણ કરવામાં આવેલ હતું અને તમામ લાભાર્થીઓને નાસ્તો તથા દવાનું  વિતરણ કરવામાં આવેલ તથા તમામ લાભાર્થીઓને ઓપરેશન બાદની સારસંભાળ બાબતે જરુરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતું.

આ કેમ્પમાં તાલુકા આરોગ્ય કચેરી કલોલ તથા માણસાના આરોગ્ય કર્મચારીગણ દ્વારા ખુબજ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો.














Press note in Sandesh news 










તારીખ ૨૯/૧૧/૧૮ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંચરડા દ્વારા નસબંધી પખવાડિયું ઉજવણી વર્કશોપ કિચન એક્સપ્રેસ એન્ટરપ્રાઇઝ, સાંતેજ ખાતે યોજવામાં આવેલ.

 તારીખ ૨૯/૧૧/૧૮ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંચરડા દ્વારા નસબંધી પખવાડિયું ઉજવણી વર્કશોપ કિચન એક્સપ્રેસ એન્ટરપ્રાઇઝ, સાંતેજ ખાતે યોજવામાં આવેલ.

આ વર્કશોપમાં ડૉ હરેશ ત્રિવેદી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ હર્ષદ પ્રજાપતિ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કલોલ, ડૉ હેમાંગનીબેન પટેલ મેડીકલ ઓફિસર રાંચરડા, કિલ્પાબેન જીલ્લા પી એચ એન, શ્રી અરવિંદભાઈ નિનામા જીલ્લા આઈ ઈ સી અધિકારી, શ્રી રાજુભાઇ પટેલ નાયબ આઈ ઈ સી અધિકારી, તાલુકા આઇ.ઇ.સી અધિકારી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંચરડા ના તમામ સ્ટાફ ( મ પ હે સુ, મ.પ.વ, એફ એચ ડબલ્યુ, આશા), આર બી એસ કે ની ટીમ,કિચન એક્સપ્રેસ એન્ટરપ્રાઇઝ ના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી તેમજ કિચન એક્સપ્રેસ એન્ટરપ્રાઇઝના 300થી વધારે કર્મચારીઓ હાજર રહેલ.

ડૉ હેમાંગીની બેન પટેલ દ્વારા સદર વર્કશોપમાં તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. દીપ પ્રાગટ્ય બાદ પુષ્પગુચ્છ થી મહેમાનોનું સ્વાગત કરેલ.

ડૉ હર્ષદ પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય વિભાગની સરકારી યોજનાઓ વિશે ઉપસ્થિત રહેલ તમામ કર્મચારીને વિગતવાર માહિતી આપેલ.

ડૉ હરેશ ત્રિવેદી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગર દ્વારા નસબંધી પખવાડિયું ઉજવણીના ભાગરૂપે વિગતવાર માહિતી આપેલ તેમજ તેમણે જણાવેલ કે કેટલી જવાબદારી મહિલાની છે તેટલી જ પુરુષની જવાબદારી છે વધુમાં તેમને એક સૂત્ર જણાવેલ " સુવાવડ મારી નસબંધી તમારી ".

 ડૉ અમીબેન, ડૉ નેહાબેન અને રાજુભાઈ પટેલ દ્વારા સપ્તધારા અંતર્ગત પપેટ શો દ્વારા તમામ કર્મચારી ને પુરુષ નસબંધી કરાવવા માટેનો પોઝિટિવ મેસેજ આપેલ.

કિચન એક્સપ્રેસ એન્ટરપ્રાઇઝ દ્વારા આ વર્કશોપ માં ખૂબ જ સહયોગ મળ્યો.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાંચરડા ની ટીમ દ્વારા ખુબ સરસ પ્રકારનું આયોજન કરવામાં આવેલ. અંકિતભાઈ મ.પ.વ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જ મહેનત કરેલ. જિલ્લા અને તાલુકાના આઈ ઈ સી અધિકારી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબ મહેનત કરેલ.