તાલુકા આરોગ્ય કચેરી અને શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા જોખમી સગર્ભા માતાની આરોગ્ય તપાસણી કેમ્પ અને દવા યુક્ત મચ્છરદાની વિતરણ તેમજ ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર દ્વારા ઘી અને મગ વિતરણ કાર્યક્રમ

આજ રોજ તાલુકા આરોગ્ય કચેરી કલોલ અને શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા નગરપાલિકા હોલ માં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અને પોષણ માસ અંતર્ગત જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ સારવાર કેમ્પ માનનીય ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, કલોલ મતવિસ્તારના ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. 

આ કાર્યક્રમમાં 182 જોખમી સગર્ભા માતાઓ હાજર રહી હતી,

 સદર કાર્યક્રમમાં માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ મનુભાઈ સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ પિયુષ પટેલ, કલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ભાઈ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી કલોલ અને માણસા ડૉ હર્ષદ પ્રજાપતિ, બોરીસણા ગ્રામ પંચાયતના સરપંચ ની ગણપતભાઇ ઠાકોર અને કાર્યકર શ્રી હિમાંશુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર દ્વારા સ્ત્રી શિક્ષણ, તંદુરસ્ત બાળક તંદુરસ્ત રાષ્ટ્ર, બેટી બચાવો કાર્યક્રમ, શિક્ષણ વ્યવસ્થા, નાનુ કુટુંબ ની ભાવના જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. 

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ મનુભાઈ સોલંકી દ્વારા સુવાવડ દરમિયાન સગર્ભા માતાના પોષણ, દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ, ડેન્ગ્યૂ મલેરિયા ચિકનગુનિયા અટકાયતી પગલા બાબતે તેમજ બાલ સખા અને ચિરંજીવી યોજના તેમજ આયુષ્માન ભારતના ગોલ્ડન કાર્ડ અને તેનાથી મળતા લાભ વિશેની જાણકારી આપી હતી. 

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ પિયુષ પટેલ દ્વારા સગર્ભા માતા તપાસ અને સારવાર ના ફાયદા, લોહીનાપરીક્ષણો,  મમતા દિવસ કામગીરી, તરુણાવસ્થા દરમિયાન સરકારીશ્રીના નીપી પ્રોગ્રામ ની ચર્ચા કરવામાં આવી. 

તાલુકા આરોગ્ય અધિકારી ડૉ હર્ષદ પ્રજાપતિ દ્વારા સગર્ભા માતાના પોષણ અને આરોગ્ય  તપાસ, પોષણયુક્ત ખોરાક તેમજ મેલેરીયા ડેન્ગ્યુ અને ચીકનગુનિયા અટકાયત માટે દવાયુક્ત મચ્છરદાની ના ઉપયોગ તેમજ આરોગ્ય ની વિવિધ સરકારી યોજના વિશે  આરોગ્ય શિક્ષણ આપે લ. 

આ કાર્યક્રમમાં તમામ ૧૮૨ સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી  ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર દ્વારા  એક કિલો શુદ્ધ ઘી તથા એક કિલો મગનું દાન કરવામાં આવેલ. જેની અંદાજિત કિંમત ૧,૨૫,૦૦૦ ( એક લાખ પચ્ચીસ હજાર ) હતી. 

આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા આ કેમ્પમાં  ઉપસ્થિત  તમામ ૧૮૨ સગર્ભા માતાઓને મેલેરીયા ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા વાહક જન્ય રોગોથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું. 

આ કાર્યક્રમમાં દરેક સગર્ભા બહેનોને પોષણયુક્ત નાસ્તો આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં દરેક સગર્ભા બહેનોને સરકારશ્રીની વિવિધ કાર્યક્રમો અને  યોજના વિશે ની પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. 

આ કાર્યક્રમમાં તમામ સગર્ભા માતાઓની સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ વિશાલ દવે, ડૉ. રાકેશ પ્રજાપતિ અને ડૉ. જીમી પટેલ દ્વારા આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવેલ તેમજ વધુ સારવાર માટે મફત સોનોગ્રાફી અને અન્ય સંદર્ભ સેવા માટે જણાવેલ. 

આ કાર્યક્રમને શહેરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ડૉ રીધ્ધીબેન પટેલ અને ડો અંજલીબેન પરમાર તથા તેમના આરોગ્ય સ્ટાફ ( સ્ત્રી આરોગ્ય કર્મચારી અને આશા બહેનો ) અને તાલુકા આરોગ્ય કચેરી ના સુપરવાઇઝર અને આરોગ્યના સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ.

આ કાર્યક્રમની નોંધ આપશ્રીના દૈનિક ન્યૂઝપેપરમાં આપવા નમ્ર વિનંતી.


તાલુકા આરોગ્ય અધિકારી કલોલ