TOR ALL
- 1 Latest Health News
- 104 Fever Helpline
- 52 Weeks Thematic Plan
- All GR
- All National Health Programme
- CRM Team Visit
- E Mamta
- General
- GOV. Scheme GR
- Health Directory
- I M TeCHO
- Library
- Link for Entry
- MA Megha Camp
- Meeting Minutes
- NVBDCP/CDR/MDR
- Organogram/TOR
- PC & PNDT DISTRICT
- RBSK Success Story
- THOFFICE Detail
- TOR ALL
- Video
તા : 04/10/17 ના રોજ કલોલ તાલુકા ના પ્રા. આ.કેન્દ્ર રાંચરડા ના રકનપુર ખાતે ઔધોગિક એકમોના એશોસીયેશન ના પ્રમુખ તથા એકમોના માલિકોનો મેલેરીયા , ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાયતી પગલાં માર્ગદર્શન અર્થે વર્કશોપ યોજાયો. તાલુકા આરોગ્ય કચેરી કલોલ
તા-૪.૧૦.૨૦૧૭ ના રોજ તાલુકા આરોગ્ય કચેરી,કલોલના પ્રાઆકે રાંચરડાના મોજે ગામ રકનપુર ના ઔધોગિક વિસ્તારમાં શિલ્પ ગ્રેવીયર્સ, ભવાની પેલેસની બાજુમાં ઔધોગિક એકમોના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓ તથા સદર વિસ્તારની ઔધોગિક એકમોના માલિકોનો મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાયતી પગલાં જનજાગૃતિ અર્થે એક વર્કશોપ યોજવામાં આવેલ હતો.
આ વર્કશોપમાં જિલ્લા કલેકટરશ્રી, સતિષભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી.પી. દેસાઇ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. ડી.સી. જાગાણી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી, મમતાબેન દત્તાણી, શ્રી અંબરભાઇ પટેલ, પ્રમુખશ્રી સાંતેજ ઇન્ડ્રસ્ટ્રીઅલ એરીયા એશોસીયેશન, શ્રી અમૃતભાઇ પટેલ સીનીયર વાઇઝ પ્રેસીડેન્ટસ, જયંતિભાઇ વસા વાઇસ પ્રેસીડેન્ટસ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને જયેન્દ્ર કોઠારી વાઇસ પ્રેસીડેન્ટસ, પુર્વ ચેરમેન અને કલોલ તાલુકા પંચાયત કારોબારી સમિતિ હાજર હતા. કુલ મળી ૧૫૦ જેટલા લોકોએ લાભ લીધેલ હતો.
જિલ્લા કલેકટરશ્રી સતિષ પટેલ દ્વારા સદર બાબતે વિસ્તૃત જાણકારી આપેલ હતી. અને બહારથી બીજા રાજ્યોમાંથી આવતા મજુરોનુ તાવ બાબતે સ્ક્રીનીગ થાય અને સારવાર અર્થે નજીકના પ્રાઆકે ખાતે સારવાર લેવા જણાવેલ હતુ. રકનપુરના ઔધોગિક વિસ્તારની ભૌગોલિક બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. વેપારી એશોસીયેશન સ્થાનિક પ્રશ્નો બાબતે જાણકારી મેળવેલ હતી. ઇન્ટરનેટ, રોડ, તેમજ અન્ય પ્રશ્નો બાબતે વિસ્તૃત માહીતી આપેલ હતી. તેમજ સદર બાબતે દર માસે આવી બેઠક યોજવા બાબતે ભાર મુકેલ હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.પી.દેસાઇ દ્વારા સદર તમામ એકમોના માલિકોએ તેમના પ્રિમાઇસીસ માલિકો/ વર્કરો માં આરોગ્ય રોગ બાબતે પુરતી કાળજી રાખવી, પોરાનાશક કામગીરી કરાવવા અને તાવના દર્દી જોવા મળે તો તેની તાત્કાલિક રેડીયલ સારવાર પર મુકવા જણાવેલ હતુ. તેમજ મોટા હોજ હોય ત્યાં ગપ્પી માછલી મુકવા પર ભાર મુકવામાં આવ્યો. કોઇપણ વ્યક્તિ સદર રોગ થાય તો તેનો કેટલો ખર્ચ થાય ને ઘણા સંજોગોમાં હોસ્પિટલમાં પણ સારવાર લેવી પડતી હોય છે તેની જાણકારી. આપવામાં આવેલ હતી. અને એકમોના વર્કરમાં લોકોને જાણકારી માટે અને જનજાગૃતિ માટે તેમજ તાવ આવે તો કયાં સારવાર લેવી તેના બાબતે
" મચ્છર કોઇની લાગવગ ચલાવતો નથી "
ફેકટરીમાં સ્ટીકર લગાડી જાણકારી મળી રહે તેવુ જણાવેલ હતુ.
વધુમાં મેલેરીયા / ડેન્ગ્યુ ની પોરાનાશક કામગીરી માટે ફોગીંગ મશીન ફેકટરીમાં ખરીદી રાખવા માટે ભાર મુકેલ હતો. અને ફોગીગ મશીનનો વ્યાપક ઉપયોગ થાય તેમ જણાવેલ હતુ. અને એશોસીયેશન તરફથી ખુબ જ સહકાર આપવામાં આવે છે. તે બાબતે આભાર વ્યક્ત કરેલ હતો.
વધુમાં મેલેરીયા / ડેન્ગ્યુ ની પોરાનાશક કામગીરી માટે ફોગીંગ મશીન ફેકટરીમાં ખરીદી રાખવા માટે ભાર મુકેલ હતો. અને ફોગીગ મશીનનો વ્યાપક ઉપયોગ થાય તેમ જણાવેલ હતુ. અને એશોસીયેશન તરફથી ખુબ જ સહકાર આપવામાં આવે છે. તે બાબતે આભાર વ્યક્ત કરેલ હતો.
આ વર્કશોપમાં પ્રાઆકે રાંચરડાના મેડીકલ ઓફીસરશ્રી ડૉ. હેમાંગીનીબેન પટેલ અને જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા લાઇફ સાઇકલ, ઉત્પતિ સ્થાનો, પોરાનાશક કામગીરી તાવની સારવાર તેમજ ગાંધીનગર જિલ્લામાં અને સાંતેજ વિસ્તારમાં મેલેરીયા અને ડેન્યુના કેશોની આંકડાકીય માહીતી પ્રાઆકે રાંચરડાના સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ડી.સી. જાગાણી સાહેબ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જન જાગૃતિ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી.
સદર કાર્યક્ર્મમાં સ્થળ પર પોરાનિદર્શન અને ફોગીગ મશીનનુ નિદર્શન કરવામાં આવેલ હતુ. એશોસીએશનના પ્રમુખશ્રી અંબરભાઇ પટેલ દ્વારા સદર કામગીરી બાબતે પુરેપુરો સહકાર આપવા જણાવેલ હતું. કાર્યક્ર્મ ના સ્થળે પ્રદર્શન ગોઠવી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો.
સદર કાર્યક્રમનુ સફળ સંચાલન ડૉ. અમીબેન શાહ આયુષ મે.ઓ. રાંચરડા અને દિનેશભાઇ પટેલ,TIECO, અને રાજુભાઇ પટેલ, TMPHS, તાલુકા આરોગ્ય કચેરી,કલોલ દ્વારા કરવામાં આવેલ હતુ. અને પ્રાઆકે રાંચરડાના તમામ અધિકારી/ કર્મચારીગણે સદર કાર્યક્ર્મમાં ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્ર્મ સફળ બનાવેલ હતો.
Subscribe to:
Posts (Atom)



















































